જરૂરિયાતમંદોને મળ્યું ઘરનું ઘર:અંબાજી ખાતે પરબતભાઇ પટેલના હસ્તે શ્રી શક્તિ વસાહતનું લોકાર્પણ; વિચરતી જાતિના 33 લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવાયો

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ અંબાજી નજીક આવેલા કુંભારીયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ બનાવાયેલી શ્રી શક્તિ વસાહતનું સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરી વિચરતી જાતિના 33 લાભાર્થીઓને દિવાળીના તહેવારો નિમિત્તે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત 68 આવાસોનું ખાતમૂર્હત અને જલોત્રા ખાતે નિર્માણ થનારા 94 લાભાર્થીઓને સનદ આપવામાં આવી હતી. ગૃહપ્રવેશ પ્રસંગે વિચરતી જાતિની બહેનોએ ગીતો ગાઈને ખુશી સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો.

લાભાર્થીઓને દિવાળીના તહેવારો નિમિત્તે ગૃહ પ્રવેશ કરાવાયો
કુંભારીયા શ્રી શક્તિ વસાહતના લોકાર્પણ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે ગૃહપ્રવેશ કરનારા 33 લાભાર્થીઓને નવા ઘરની શુભેચ્છાઓ પાઠવતાં ગૃહ પ્રવેશના પ્રતિક રૂપે ચાવી, રાશનકીટ અને સાડી આપી નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર ગરીબોની બેલી અને નિરાધારોનો આધાર છે. સરકારી યોજનાનો લાભ વંચિત, ગરીબ અને છેવાડાના માનવી સુધી પહોંચે એ ચિંતા નરેન્દ્ર મોદીએ કરી છે. વિચરતી વિમુક્ત જાતિના વસવાટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધગશથી કામ કર્યું છે. વંચિતો, દલિતો, આદિવાસીઓના વિકાસ માટેનો જે ચીલો નરેન્દ્રભાઈ ચાતરીને ગયા છે એને ગુજરાતના તમામ મુખ્યમંત્રીએ આગળ ધપાવી સૌના વિકાસનું સરાહનીય કામ કર્યું છે. ગરીબો અને વંચિતોના બાળકોને શિક્ષણ મળી રહે એની ચિંતા કરતી આ સરકાર છે. જેના લીધે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું સ્તર વધ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.

વિચરતી જાતિની બહેનોએ ગીતો ગાઈને ખુશી સાથે ઘરમાં પ્રવેશ કર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકો વર્ષોથી રખડતું ભટકતું જીવન ગુજારતા હતા, તેમને સ્થાયી કરવાનું કામ સરકારે કર્યું છે. આજે વીજળી, પાણી, બાથરૂમ, પંખા સહિતની સુવિધાઓથી સજ્જ મકાન લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. ત્યારે નવા ઘરમાં તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય અને તેઓ ખુશીથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે એવી શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે તેમણે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી જેમને મકાન મળ્યા છે અને જેનો મકાનમાં પ્રવેશ થયો છે, એ તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આજે અમારા માટે ખુશીનો દિવસ - લાભાર્થીઓ
ગૃહ પ્રવેશ કરનારા લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સેવા શક્તિ કેન્દ્રનો આભાર માનતા દિવાળીના તહેવારોમાં નવું ઘર મળવાની ખુશી વ્યક્ત કરી હતી. પહેલાં અમે તૂટેલા તુટેલા છાપરાંમાં રહેતા હતા. આજે નવા ઘરનું સપનું પૂરું થયું એમ જણાવતાં આજે અમારા માટે ખુશીનો દિવસ છે એમ લાભાર્થીઓએ જણાવ્યું હતુ

અન્ય સમાચારો પણ છે...