કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર પ્રહારો કર્યો:અંબાજીમાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા

અંબાજીએક દિવસ પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ આડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો તમામ પાર્ટીઓ જીત માટે જોર શોરથી પ્રચાર-પ્રસાર કરી રહી છે. આજે દાતા 10 વિધાનસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ, આપ આદમી પાર્ટી અને અપક્ષ તરીકે કુલ ચાર ઉમેદવારો દાતા 10 વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગ લડી રહ્યા છે. આજે દાતા 10 વિધાનસભા વિસ્તારમાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું છે.

દીપ પ્રજ્વલિત કરી કાર્યાલયને ખુલ્લુ મુકાયું
આજે દાતા 10 વિધાનસભા ના મતવિસ્તાર અંબાજીમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કાર્યાલયના શુભારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી, જિલ્લા પંચાયતના પ્રમુખ વારકીબેન પારગી સહિતના કોંગ્રેસના નેતાઓ હાજર રહી દીપ પ્રજ્વલિત કરી કાર્યાલયને ખુલ્લુ મુકાયું હતું.

મોરબી પુલ સમારકામના પૈસા ખવાઈ ગયા: તુલસી જોશી
આ કાર્યક્રમમાં અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ તુલસી જોશીએ મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે ભાજપને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેટલાય લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા પણ ભાજપ સરકારે દુઃખ પણ વ્યક્ત કર્યું નથી એ દુઃખદ ઘટના છે. આ પુલનું સાડા ત્રણ કરોડ રૂપિયામાં સમારકામ કર્યું અને તે તમામ પૈસા ખવાઈ ગયા અને તેના પાપે 135 લોકોના મોત થયા છે. હજું સુધી સરકારે ખુલ્લાસો કર્યો નથી કે આ લોકોના મોત કેમ થયા છે. તો આ વખતે છેતી જજો અને કોંગ્રેસ પાર્ટીને 125 બેઠકોથી વધુ સીટો આપી આમ જનતાની સરકાર કોંગ્રેસને જીતાવી કોંગ્રેસને એક મોકો આપવા વિન્નતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...