કાર્યવાહી:પોલીસને જોઈ ભગાવેલી કારનો અકસ્માત થતાં રૂ. 1.26 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અંબાજી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બળવંતપુરા નજીક સામેથી આવતી કારને ટક્કર મારતાં અકસ્માત
  • બહુચરાજીના દેથળી અને ભાવનગરના બે શખ્સોની અટકાયત

દાંતા પોલીસની ટીમને ચકમો આપીને નાસેલી કારને બળવંતપુરા નજીક અકસ્માત નડ્યો હતો. જેમાંથી પોલીસે રૂપિયા 1.26 લાખનો વિદેશી દારૂ કબ્જે લઇ મહેસાણા અને ભાવનગરના બે શખ્સોની અટકાયત કરી હતી.

દાંતા પોલીસની ટીમને રાવણટેકરી નજીક ચકમો આપીને કાર નં. જીજે. 02. સી.એલ. 9198ના ચાલકે કાર ભગાવી મુકી હતી. જે બળવંતપુરા નજીક સામેથી આવતી કાર સાથે અથડાઇ હતી. પોલીસે તલાસી લેતાં અંદરથી રૂપિયા 1,26,750ની વિદેશી દારૂની બોટલ નંગ 1276 મળી આવી હતી.

આ અંગે રૂપિયા 4,00,000ની કાર મળી કુલ રૂપિયા 5,26,750નો મુદ્દામાલ કબ્જે લઇ કાર ચાલક ભાવનગર જીલ્લાના સિહોરના સુનીલકુમાર સામતસિંહ જાલા અને મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના દેથળીના ઇશ્વરસિંહ બેચરસિંહ જાલાને ઝડપી લીધા હતા. જેમની સામે દાંતા પોલીસ મથકે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...