• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Ambaji
  • In Some Villages Of Danta, Sannato Instead Of Election Environment; As There Was No Road In The Village, They Boycotted The Elections And Raised The Weapon Of Not Voting

ચૂંટણીના મુદ્દે ગ્રામજનો આક્રમક:દાંતાના કેટલાક ગામોમાં ચુંટણી માહોલના બદલે સન્નાટો; ગામમાં રસ્તો ન બનતા ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન નહીં કરવાનું શસ્ત્ર ઉગામ્યું

અંબાજી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાંતા તાલુકાના ત્રણ ગામોના લોકો પોતાની જાહેર માંગણીને લઈ ચૂંટણીના મુદ્દે આક્રમક બન્યા છે. જ્યાં ચૂંટણીના પોસ્ટર લાગવા જોઈએ ત્યાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર જોવા મળી રહ્યા છે.

દાંતા તાલુકાના અભાપુરા, ગંગવા અને જગતાપુરા ગામ લોકોનો જાહેર માર્ગ બંધ કરી દેવાતા અને ફરી ન ખોલાતા આ વખતની ચૂંટણી આ ગામોમાં વિવાદિત બને તેવું લાગી રહ્યું છે. જે સર્વે નંબર 56માંથી રાજા રજવાડાના સમયથી રસ્તો પસાર થતો હતો. ત્યાં આ ગામના લોકોને એક ગામમાંથી બીજા ગામમાં જવા 200 મીટરની જગ્યાએ 5થી 7 કિલોમીટરનો રસ્તો કાપવો પડે છે. ખેતર માંથી ચારો લઇ જવાનો હોય કે પછી પાકેલો અનાજ હોય તે પણ માથે ઉપાડી લઇ જવો પડે છે.

એટલુંજ નહીં પશુપાલકોને દૂધ ભરાવવા પણ દૂર સુધી ચાલીને જવું પડે છે. હાલના તબક્કે જે રસ્તો ટ્રેકટરને બળદ ગાડા લાવવા લઇ જવા ઉપયોગમાં લેવાતો હતો. તે બંધ કરી દેવાતા ગ્રામજનોને મોટી મુશ્કેલી વેઠવી પડે છે. અનેક વખતે અધિકારીઓને રજૂઆત કરવા છતાં માત્ર 200 મીટરનો રસ્તો ખુલ્લો ન કરાતા ત્રણે ગામના લોકોએ આક્રમક બની આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણી બહિષ્કાર કરવાનો મન બનાવી લીધો છે. એટલુંજ નહીં જો કોઈ બળજબરી કરાશે તો NATOમાં વોટ આપીશું તેમ જણાવી રહ્યા છે.

આ ગામોની મુલાકાત કરી તો ગામાં ઠેર ઠેર પોસ્ટર વોર જોવા મળ્યું. જેમાં કોઈ પક્ષના નેતાઓને વોટ માંગવા ગામમાં પ્રવેશ કરવા પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે, તેવા પોસ્ટરો જોવા મળ્યા. આ વિસ્તાર મહત્તમ ખેતીવાડી વાળો વિસ્તાર છેને આ ગામોમાં જવા માટે રસ્તાઓ બંધ કરી દેવાતા અનેક અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા ગામના મતદારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન નહિ કરવાનો સહસ્ત્ર ઉગામ્યું છે.

એટલુંજ નહીં કોઈ પણ પાર્ટીના નેતાઓને આ ગામમાં પ્રચાર પસાર કરવા પણ નહીં આવવા દેવાય તેવી ચીમકી ઉપચાવામાં આવી છે. 'પહેલા રોડ પછી વોટ' નામના બેનરો સાથે ગ્રામજનો ચૂંટણી બહિષ્કારનો નારો લગાવી રહ્યા છે. ખેડૂતોના પ્રશ્નો હલ કરવા સાથેના અનેક પોસ્ટરો આ ગામમાં લગાવવા માં આવ્યા છે. હવે જોવું એ રહ્યું કે, આ ગામના મતદારોને તેમની માંગણી મુજબનો રસ્તો મળે છે? કે પછી નેતાઓ ઠાલા વચનો આપી વોટ લઇ જશે?

અન્ય સમાચારો પણ છે...