હાલાકી:દાંતાના બોરડીયાળા ગામમાં મહિલાઓ પીવાનું પાણી ભરવા સવારથી જ લાઇનમાં લાગી જાય છે

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૂવાના સ્તર નીચા ગયા, બોરમાં ખારા પાણીથી મૂંગા પશુઓની હાલત દયનિય

દાંતાના બોરડીયાળા ગામમાં કુવાના સ્તર નીચા જતાં પાણીને લઇ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ બોરમાંથી ખારું પાણી આવતાં મૂંગા પશુઓની હાલત દયનીય બની જવા પામી છે. દાંતા તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ બિહામણી બનતી જાય છે.

તાલુકાના બોરડીયાળા ગામમાં કુવાઓમાં પાણીના સ્તર નીચે ઉતરી ગયા છે. જ્યારે બોરમાંથી ખારું પાણી આવતા ખેતીની જમીનથી માંડી પાક અને પ્રજા સહીત મૂંગા પશુઓની હાલત કફોડી બની છે. બોરડીયાળા ગામના ગોવિંદભાઇ ગમારના જણાવ્યું હતું કે, ‘સાઈઠથી સિત્તેર ફૂટ ઊંડા કુવાઓમાં પાણીના સ્તર નીચે ઉતરી ગયા છે. વીજ પુરવઠો રાત્રે બાર વાગેથી સવારના સાત વાગ્યા સુધી રહેતો હોવાને કારણે આખો દિવસ કૂવામાં પાણી ભરાવા દઇ વહેલી સવારે છ એક વાગ્યે મોટર ચાલુ કરતા માંડ અડધો કલાક પીવાનું પાણી નસીબ થાય છે. જેના થકી ગામ લોકો જેટલું પાણી મળ્યું તેટલું નશીબ.

ગામના અડધાથી ઉપર ભાગે એક ડઝન જેટલા બોર કરાવ્યા ત્યારે ત્રણસો ફૂટ જેટલા ઊંડા જતા પાણી મળે છે પણ તે પણ ખારું. ક્યાંક ક્યાંક તો બોર પણ ફેલ જઇ રહ્યા છે. આ પરિસ્થિતિમાં બોરનું ખારું પાણી અને કુવાનું પાણી ભેગું કરી રહી અહીં પશુઓ માટેની ખેતીમાં સિંચન કરીએ તેમાં ખેતીની જમીન અને મૂંગા પશુઓને પીવા માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યારે પશુઓ ખારું પાણી પીવા મજબુર બન્યા છે.’

ગામના આગેવાન અને ભાજપી કાર્યકર રવીન્દ્રભાઈ ગમારના જણાવ્યું હતું કે, ‘પચીસો જેટલી વસતિ ધરાવતા બોરડીયાળા ગામમાં ધરોઇનું પાણી પણ અનિયમિત આવે છે. લોકો અને પશુઓને પીવાના પાણીની સમસ્યા છે ત્યારે નાહવા માટે પણ ખારું પાણી વાપરવાની બજબુરી ઉભી થઈ છે. પાણીના ટેન્કરો માટે જાણ કરી છે પણ હજુ ચાલુ થયા નથી.’

અન્ય સમાચારો પણ છે...