આજે દીવાળી:માં અંબાનું મંદિર રોશનીથી ઝળહળ્યું

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવાર નિમિત્તે અંબાજી મંદિરમાં માઇ ભક્તો માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. દિવાળી હોવાથીbમંદીર ટ્રસ્ટ દ્વારા માં અંબાના મંદિરને રંગબેરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યું હતું. જેને લઈ માં અંબાનું મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું.

બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાવાસીઓ દિવાળીના તહેવારોમાં પોતાના ઘરો ઉપર રોશની તેમજ દિવડા કરી ઘરને સજાવશે. આજે દિપાવલીના દિવસે લોકો ફટાકડા ફોડી આકાશમાં આતશબાજી કરી ઉજવણી કરશે. જ્યારે વેપારીઓ દ્વારા ધંધાના ચોપડા, લેપટોપ અને લક્ષ્મીજીનું પૂજન કરાશે. આ ઉપરાંત દિવાળીના તહેવારને લઇ મંદિરો માતાજીને સોળશણગાર કરી મંદિરો ઉપર રોશની કરાતાં મંદિરો ઝગમગી ઉઠશે.

અન્ય સમાચારો પણ છે...