રિક્ષા પલટી જતાં મહિલાનું મોત:અંબાજીમાં કૈલાસ ટેકરી ઠાલ નીચે બ્રેક ન લાગતાં રિક્ષા પલટી ખાઈ ગઈ; એક મહિલાનું ઘટનાસ્થળે મોત; 6 ઘાયલ

અંબાજીએક મહિનો પહેલા

અંબાજીમાં સતત અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે સવારે એક રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. રિક્ષા અંબાજીથી કોટેશ્વર તરફ જતા કૈલાસ ટેકરી ઠાલ નીચે બ્રેક ના લાગતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ 108ને કરાતાં 108 ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ઘાયલોને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. રિક્ષા પલટી ખાતાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જેના પગલે પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી.

6 ઇજાગ્રસ્તને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
આ સિવાય 6 ઇજાગ્રસ્તને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં એકની હાલત ગંભીર થતાં પાલનપુર રિફર કરવામાં આવ્યા છે. રિક્ષાના અકસ્માતમાં સીતાબેન જોશીનું મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં અંબાજી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. એની સાથે જ તેમણે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...