મેળામાં સ્ટોલને લઈ વિવાદ સર્જાયો:અંબાજી મેળામાં આસપાસના વિસ્તારના ગરીબ આદિવાસી અને રબારી સમાજના લોકોને સ્ટોલ ખોલવા નહિં આપે તો ઉગ્ર આંદોલનની ચીમકી

અંબાજીએક મહિનો પહેલા

અંબાજી આજુબાજુ ગરીબ આદિવાસી અને રબારી સમાજને ભાદરવી પૂનમ મહામેળામાં હંગામી ધોરણે ધંધા અર્થે સ્ટોલ ના ખોલવા આપે તો મેળા દરમિયાન આંદોલન કરવાની ચીમકી આપી છે. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું માં જગત જનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. અંબાજીમાં માતાજીના દર્શન કરવા દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. 2 દિવસ પછી અંબાજી માં ભાદરવી પૂનમ મહામેલા યોજનાર છે. જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવશે.

ભાદરવી પૂનમ મેળા દરમિયાન દર વર્ષે ગરીબ અને નિઃસહાય લોકો સ્ટોલ લગાવી રોજી રોટી મેળવતા હતા. આ વર્ષે વૈયવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં ગબ્બરથી અંબાજી અને ચીખલાથી કૈલાસ ટેકરી અને સવિતા ગોવિંદ સદનથી કાલિદાસ મિસ્ત્રી ભવન દાંતા હાઇવે પર મેળામાં સ્ટોલ લગાવાની મનાઈ કરી છે. જે દર વર્ષે ગરીબ અને નિઃસહાય લોકો સ્ટોલ કરી પોતાનું ભરણ પોષણ કરતા હતા. 2 વર્ષના કોરોના કાલમાં કોઈ પણ ધંધા રોજગારી વગર લોકો ટૂટી ગયા છે. જેથી આ વર્ષે ભરાતા ભાદરવી પૂનમના મહામેળામાં ગરીબ અને નિઃસહાય લોકોને હંગામી ધોરણે ધંધા અર્થે સ્ટોલ ખોલવા નહીં આપે તો આદિવાસી અને રબારી સમાજ દ્વારા આવનાર 2022 વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરી અને મેળા દરમિયાન આંદોલન કરવાનું નક્કી કર્યું છે.

કુંભારીયા ગ્રુપ ગ્રામ પંચાયતના લેટર પેડ પર આવેદનપત્ર લખી કુંભારીયાના સરપંચ ગોવા ભાઈ અને સિંબલ પાણી સરપંચ પુનાભાઈ સાથે મોટી સંખ્યામાં આદિવાસી અને રબારી સમાજના લોકો દ્વારા દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...