વાહન ચાલકોને હાલાકી:અંબાજીમાં દિવાળી વેકેશનને લઈ વાહનોની મોટી કતારો લાગી; પોલીસની કામગીરીથી ટ્રાફિકમાં થોડી રાહત મળી

અંબાજીએક મહિનો પહેલા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માઁ જગતજનની અંબાનું ધામ દેશ-વિદેશમાં વિખ્યાત છે. તો અંબાના દર્શનાર્થે હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. માઁ અંબાના ધામે અંબાજીમાં કોઈ પણ ઉત્સવ કે પર્વ નિમિત્તે યાત્રાળુઓનો ઘસારો વધી જતો હોય છે.

પોલીસની કામગીરીથી ટ્રાફિક જામમાં થોડી રાહત
હાલમાં દિવાલીના તહેવારોમાં યાત્રાધામ અંબાજી ખાતે યાત્રાળુઓનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. લોકો દૂર દૂરથી દિવાળી વેકેશનમાં પ્રાઇવેટ વાહનો લઈ યાત્રાધામ અંબાજીમાં આવી રહ્યાં છે. તો અંબાજીમાં મોટી સંખ્યામાં વાહનોની કતારો જોવા મળી રહી છે. અંબાજીના હાઇવે માર્ગો પર વાહનોની મોટી મોટી કતારો જોવા મળી રહી છે. જેને લઈને હાલમાં ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ છે. પોલીસની કામગીરી હોવા છતાં દિવાળી વેકેશનને લઈને વાહનોના ભારી ધસારાથી અંબાજીમાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પ્રાઇવેટ વાહનો અને દિવાળી વેકેશનને લઈ ફરવા આવતા લોકોના વાહનોથી ટ્રાફિક જામની સમસ્યા થઈ છે. જેને લઈને વાહન ચાલકોને મોટી હાલાકી પણ ભોગવવી પડી રહી છે. અંબાજીમાં સતત પોલીસની કામગીરી હોવાના કારણે ટ્રાફિક જામમાં થોડી રાહત મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...