લુઇસ બ્રેઈલની જન્મ તિથિની ઉજવણી:દાંતામાં અંધ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું; બ્રેઈલ લિપિ નેત્રહીનજનો માટે ઘણી મદદરૂપ

અંબાજીએક મહિનો પહેલા

નેત્રહીન લોકો માટે બ્રેઈલ લિપિની શોધ કરનાર લુઈસ બ્રેઈલનો જન્મ આજના દિવસે 1809માં ફ્રાન્સના કુપ્રેના એક નાના શહેરમાં થયો હતો. લુઈસ 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. લુઈસ બ્રેઈલ કે જેઓ પોતે નેત્રહીન હોવા છતાં નેત્રહીન લોકોને વાંચવા અને લખવા સક્ષમ બનાવવા માટે એક નવી શોધ કરી હતી. જેમને બ્રેઈલ લિપિ (Braille lipi) કહેવામાં આવે છે અને તેની મદદથી આજે મોટી સંખ્યામાં નેત્રહીન લોકો (Blind People) પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે.

બ્રેઈલ લિપિ નેત્રહીનજનો માટે ઘણી મદદરૂપ
બ્રેઈલ લિપિના શોધક લુઈસ બ્રેઈલ આજે પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. 2009માં, લુઈસ બ્રેઈલની 200મી જન્મજયંતિના અવસર પર ભારત સરકારે તેમના માનમાં એક ટપાલ ટિકિટ અને બે રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તેમની બ્રેઈલ લિપિ નેત્રહીનજનો માટે ઘણી મદદરૂપ સાબિત થઈ છે. આજે પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

ભવિષ્ય ઉજ્જવળ બનાવવા શુભેચ્છાઓ પાઠવી
તેમની યાદમાં સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે અભ્યાસ કરતા ત્રણ અંધ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અને સીનિયર સ્ટાફમિત્રોએ ત્રણેય વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.

બ્રેઈલની જીવનગાથા સંભળાવી સૌ કોઈ આશ્ચર્યચકિત
આ ત્રણેય દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં પણ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરતા હોય છે. ધોરણ 9-Dમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી ડુંગાઈશા મુંગલાભાઈ ભેરાભાઈએ પ્રાર્થના સભામાં લુઇસ બ્રેઈલની જીવનગાથા સંભળાવી ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...