અંબાજી મંદિરમાં વર્ષોથી વેચાણ થતું મોહનથાળ પ્રસાદને બંધ કરવાના નિર્ણયને લઈ ગ્રામજનો વિરુદ્ધ પ્રદર્શન કર્યો છે. ત્યારે આજે રાત્રે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા મોહનથાળ પ્રસાદને બંધ કરવાના નિર્ણયને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને હિન્દુ રક્ષા સમિતિ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. ત્યારે જે 48 કલાકમાં અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ મંદિરમાં ચાલુ કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા 48 કલાકમા અંબાજી મંદિરમાં મોહનથાળ ફરીથી ચાલુ ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો સાથે સાથે હિન્દુ રક્ષા સમિતિના સભ્યો દ્વારા અંબાજી બંધ રાખી અને ભૂખ હડતાળ પર ઉતરવાની પણ તૈયારીઓ કરવાની મશા દર્શાવી છે. તો આજે રાત્રે અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ પર હિન્દુ રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યારે હિન્દૂ હિત રક્ષા સમિતિની ઉગ્ર માંગ ઉઠી પામી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી ચાલુ કરવામાં આવે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી ચાલુ ન કરવામાં આવે તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલમાં અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદના બદલે ચીકી પ્રસાદનું વિતરણ કરવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.