સાહસી કર્મીની સરાહનિય કામગીરી:અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતી બાળકીને મહિલા હોમગાર્ડે બચાવી

અંબાજી6 દિવસ પહેલા
  • અંબાજી મંદિરના 7 નંબર ગેટ આગળ ભારે વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો

અંબાજીમાં ગઈકાલે શુક્રવારે થયેલા ભારે વરસાદના કારણે અંબાજી મંદિરના 7 નંબર ગેટ આગળ ભારે વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. જેના લીધે vip ગેટ નંબર 7 આગળ એક બાળકી વરસાદી પાણીના પ્રવાહમાં ફસાઈ હતી અને પાણી સાથે તણાતી બાળકીનો અંબાજી મંદિરના મહિલા હોમગાર્ડ નયના બેન દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. જો કે અંબાજી મંદિરના મહિલા હોમગાર્ડની સાહસી કામગીરીની લોકોએ સરાહના કરી હતી.

અંબાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગઈકાલે વહેલી સવારથી અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસી રહ્યો હતો. એકાએક બપોર પછી વાતાવરણમાં પલટો આવતા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં બપોર પછી અચાનક કાળા બાદલ આકાશમાં છવાયા હતા. ત્યારે અચાનક ભારી વરસાદની શરૂઆત થઈ હતી. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પસરી હતી. અંબાજીમાં વરસાદ વરસતા તમામ માર્ગો પાણી પાણી થયા હતા. અંબાજીના માર્ગો પાણી પાણી થતા અમુક વાહનો પણ અટવાયા હતા. જેના લીધે થોડી ટ્રાફિક જામની સ્થતિ પણ સર્જાઈ હતી. અંબાજીમાં ભારે વરસાદના લીધે અમુક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. તો અંબાજીમાં અમુક દુકાનોમાં પાણી ઘુસ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...