રાજસ્થાનના આબુરોડથી અંબાજી માર્ગ પહાડી અને ઢળાણ વાળો છે. તે માર્ગ પર દરરોજ સેકડોની સંખ્યામાં વહાનો પસાર થતા હોય છે. ગઈ મોડી રાત્રે રાજસ્થાનના આબુરોડથી અંબાજી આવતા વાહનો પર સિયાવા અને સુરપગલા વચ્ચે તકરીબન અરધા દર્જન કેટલા વાહનો પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરી વાહનોને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. આ માર્ગ પર અગાઉ પણ પથ્થરમારાની ઘટનાઓ બની છે. આ ઘટનામાં વાહનોના કાચ અને બોનટ તૂટવાની ઘટના સામે આવી છે અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરાતા આબુરોડની રિકકો પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.