ડમ્પિંગ સાઈટ પર આગ:અંબાજીમાં ઝેરીલા ધુમાડાના લીધે લોકોના સ્વાસ્થ્ય બગડ્યા; મોટી સંખ્યામાં મહિલાઓનો ગ્રામપંચાયતમાં હલ્લાબોલ

અંબાજીએક મહિનો પહેલા

હાલમાં અંબાજીના જુના વિસ્તાર નજીક આવેલા ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી દરરોજ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. જેને લઈને આજુબાજુ વસવાટ કરતા લોકોને ધુમાડાના કારણે તેમના સ્વાસ્થ્ય પર મોટી અસર દેખાઈ રઈ છે. હાલમાં આ ડમ્પિંગ સાઈટ રહેણાંક વિસ્તાર નજીક હોવાના કારણે ઝેરીલા ધુમાડાથી લોકો ખૂબ જ પરેશાન છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. જેને લઈને લોકોને સારવાર કરાવા પાલનપુર સુધી જવું પડી રહ્યું છે.

તંત્ર કોઈ પણ વાત ધ્યાને લેવા તૈયાર નથી
વહીવટી તંત્રની બેદરકારી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખ્યા વગર ડમ્પિંગ સાઈટ જુના નાકા વિસ્તાર નજીક બનાવવામાં આવી છે. જેથી આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. તો આ ડમ્પિંગ સાઈટમાં 3 દિવસથી આગ લાગવાના કારણે તેનો ઝેરીલો ધુમાડો લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પાડી રહ્યો છે. લોકો તંત્રની આ બેદરકારીના લીધે મુશ્કેલીમાં મુકાયા છે. તો તંત્ર કોઈ પણ વાત ધ્યાને લેવા તૈયાર ન લાગતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

ઝેરીલા ધુમાડાથી પરેશાની બાબતમાં રજૂઆત કરી
જુના નાકા નજીક ડમ્પીંગ સાઈટથી ત્યાં વસવાટ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમના સ્વાસ્થ્ય પર મોટી અસર પડી રઈ છે. જેને લઈને ડમ્પિંગ સાઈડ નજીક રહેતા લોકો આજે પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જૂના નાકા નજીક વિસ્તારમાં વસવાટ કરતા લોકો ડમ્પિંગ સાઇટ નજીક હોવાના કારણે તેમાં આગ લાગવાના લીધે ઝેરીલા ધુમાડાના લીધે તેમના સ્વાસ્થ્ય પર શ્વાસ લેવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાવાના કારણે ગુસ્સામાં લોકો આજે પંચાયત કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. અંબાજી પંચાયતના સેક્રેટરીને પોતાની મુશ્કેલી જણાવી રજૂઆત કરી હતી. વોર્ડ નંબર એકની મહિલાઓ મોટી સંખ્યામાં અંબાજી પંચાયત કચેરી ખાતે પહોંચી ગ્રામ પંચાયતના સેક્રેટરી સામે ડમ્પિંગ સાઈટમાં લાગતા આગના લીધે ઝેરીલા ધુમાડાથી પરેશાની બાબતમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...