વાતાવરણમાં પલટો:દાંતા અને અંબાજી પંથકમાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ

અંબાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંબાજીમાં બુધવારે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ પડતાં રસ્તા ઉપર પાણી ભરાયાં હતાં. - Divya Bhaskar
અંબાજીમાં બુધવારે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ પડતાં રસ્તા ઉપર પાણી ભરાયાં હતાં.
  • અંબાજીમાં રસ્તાઓ ઉપર પાણી ભરાતા દર્શનાર્થીઓને ભારે હાલાકી

દાંતા-અંબાજી પંથકમાં બુધવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને 2 કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદને લઇ અંબાજીમાં રસ્તાઓ ઉપર પાણી ભરાતા દર્શનાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

દાંતા તાલુકામાં બુધવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આકાશમાં વરસાદી વાદળો ગોરંભાઇ જતાં એકાએક ધીમીધારે વરસાદની શરૂઆત થઇ હતી. જેમાં બપોરે 2 થી 4 ના સમયમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેને દાંતાના નિચાણવાળા વિસ્તારો સહિત અંબાજીની બજારોમાં પાણી ભરાયા હતા. જેને લઇ દર્શનાર્થીઓ સહિત વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વરસાદને લઇ સમગ્ર તાલુકામાં ઠંડક પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...