મેડિકલ વેસ્ટ ખૂલ્લામાં ફેંકાતાં લોકો ભડક્યા:દાંતા પશુ દવાખાનાની ઘોર બેદરકારી સામે આવી; યુઝ કરેલો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકતાં સ્થાનિકોમાં રોષ

અંબાજી2 મહિનો પહેલા

આજે રવિવારે દાંતાના પશુ દવાખાનામાં પશુઓ પર યુઝ કરેલી મેડિકલ સામગ્રી ખુલ્લામાં ફેંકેલી જોવા મળી હતી. પશુ દવાખાના નજીક મેડિકલ વેસ્ટ મળતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે દાંતા પશુ દવાખાનામાં યુઝ કરેલા મેડિકલ વેસ્ટના જથ્થાને ખુલ્લામાં ફેંકતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.

મેડિકલ વેસ્ટના જથ્થાને ખુલ્લામાં ફેંકાતાં લોકોમાં નારાજગી
પશુ દવાખાનાના કર્મચારીઓ અને ડોક્ટરોની ઘોર બેદરકારીથી ખુલ્લામાં ફેંકાયેલા યુઝ્ડ મેડિકલ જથ્થાથી કોઈપણ રોગચાળો ફાટી શકે છે, તો તેની જવાબદારી કોના માથે હશે તેવા પણ સવાલો સ્થાનિકો દ્વારા ઉભા થઇ રહ્યા છે. મેડિકલ સામગ્રી કોઈ પણ માટે યુઝ કર્યા બાદ તેને નષ્ટ કરવામાં આવતી હોય છે. જેથી યુઝ કરેલી મેડિકલ સામગ્રી બીજું કોઈ ફરી યુઝ ના કરી શકે. પણ દાંતાના પશુ દવાખાનાના ડોક્ટરો અને કર્મચારીઓ જોડે આવી સામગ્રી નષ્ટ કરવાનો પણ ટાઈમ ન હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...