વાવના ધારાસભ્ય ગેનીબેનએ સમર્થકો સાથે સુઈગામ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારીપત્ર ભર્યું છે. કાર્યકરોને ઉદ્દેશીને ગેનીબેને શંકર ચૌધરી પર આડકતરી રીતે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે " આ હજારોની જનમેદની ભાડાથી ભેગી કરેલી નથી, ઘણા ઉમેદવારો સહકારી માળખામાં મંત્રી અને ડેરીના વહીવટદારોને કહે કે તમે 50 માણસો નહીં લાવો તો ડેરી બંધ કરી દઈશુ. આ મંત્રીઓ અને ડેરીના કર્મચારીઓનેં હું કહું છું કે તમારો પગાર જનતા આપે છે તમારી પર દાદાગીરી કરનારા તમને પગાર નથી આપતાં."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.