સમર્થકો સાથે મામલતદાર કચેરી પહોંચ્યા:દાંતા વિધાનસભા બેઠક પર ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવાર જગદીશ અખીયાએ ઉમેદવારી નોંધાવી

અંબાજી3 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે, હવે વિધાનસભા ચૂંટણીના આડે ગણતરીના જ દિવસો બાકી છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે અને તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. ત્યારે દાતા વિધાનસભા બેઠક પર ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી છે.

જગદીશ અખીયા સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા
​​​​​​​
દાંતા 10 વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી, કાંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. આજે દાતા 10-વિધાનસભા બેઠક પર ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવાર જગદીશ અખીયા ઉમેદવારી પત્ર ભરવા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જાહેર જનસભા કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો ગઈ કાલે આપ પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો આજે દાતા 10 વિભાનસભામાં ગરવી ગુજરાત પાર્ટીના જગદીશ અખીયા સમર્થકો સાથે આવી દાંતા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...