નાસતો ફરતો આરોપી ઝડપાયો:ગબ્બર પાછળ આવેલા છાપરી ગામની સીમમાં હત્યા કરી હતી; અંબાજી પોલીસે પકડી પાડી પાલનપુર ખાતે સોંપ્યો

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગત તા. 04/10/2021 ના સાંજના સમયે ગબ્બર પાછળ આવેલા છાપરી ગામની સીમામાં નદીના પુલ નજીક કોઇ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ભેગા મળી વિનય પ્રફુલચંન્દ્ર રાવલને તીક્ષ્ણ હથીયાર વડે શરીર ઉપર ઘા મારી મોત નીપજાવ્યું હતું. તે અંગે મરણ જનારના ભાઇ બ્રીજેશ રાવલે ફરીયાદ નોંધાવી હતી. જેથી તા. 04/10/2021ના અંબાજી પોસ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.727/2021 ઇપીકો કલમ. 302,147,148,149 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીને પાલનપુર ખાતે સોંપાયો
તા.01/01/2023ના રોજ પો.ઈન્સ ડી.બી. પટેલ અંબાજી પોલીસ સ્ટેશનનાઓ તથા કોસ્ટેબલ મગશી કલ્યાણભા, મયુર દિનેશભાઈ, સુરેશ ગોદડભાઈ વગેરે સાથે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમી હકીકતના આધારે છાપરી નજીકથી સદર ગુનાના કામે નાસતો ફરતો આરોપી સુરતા મુગીયા પરમાર રહે. છાપરી તાલુકા દાંતા વાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી. શાખા પાલનપુર બનાસકાંઠાનાઓને સોપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...