માઁ અંબાએ પ્રાર્થના સાંભળી!:દિયોદર બેઠક પર પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણની જીત; સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ

અંબાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. ક્યાંક વિજયની ખુશી તો ક્યાંક હારનું દુઃખ જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે દિયોદર વિધાનસભા સીટ પર વિજય થાય તે માટે તેમણે માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી અને તેમની આ પ્રાર્થના માઁએ સાંભળી છે. આજે તેમની ભવ્ય જીત થતા તેમના સમર્થકોમાં ખુશીની લાગણી છવાઈ છે.

અંબાજી મંદિરના શિખર પર પૂનમની પ્રથમ ધજા ચઢાવી
આજે અંબાજી મંદિરમાં પૂનમ હોવાથી વહેલી સવારે 6:00 વાગે આરતી કરવામાં આવી હતી. ત્યારે ચૂંટણી પરિણામ પૂર્વે દિયોદર ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણ પોતાના મિત્રો સાથે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. મંદિરના ગર્ભગૃહમાં જઈને તેમને માતાજીના દર્શન કર્યા હતા. દિયોદર વિધાનસભા સીટ પર વિજય થાય તે માટે પણ તેમને માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી અને તેમની આ પ્રાર્થના માઁએ સાંભળી છે. અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેમને અંબાજી મંદિરના શિખર પર પૂનમની પ્રથમ ધજા ચઢાવી હતી.

જ્યાં કેસાજી ચૌહાણ જણાવ્યું હતું કે, મેં આજે ગુજરાતના વિકાસ માટે પ્રાર્થના કરી છે. હું જીતીને દિયોદર વિધાનસભા વિસ્તારમાં વિકાસ કરૂ તેવી વિનંતી માઁ અંબા સમક્ષ પ્રાર્થના કરી છે.

અન્ય સમાચારો પણ છે...