ગુજરાત અને રાજસ્થાનની સરહદી આવેલ યાત્રાધામ અંબાજી અંબાજીમાં અનેક નાના-મોટા મંદિરો સાથે માંગલ્યવન, 51 શક્તિપીઠ અને માનસરોવર સહિત કોટેશ્વર જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. અંબાજી આવનાર યાત્રાળુઓ અંબાજીના વિવિધ સ્થળો પર મુલાકાત લેતા હોય છે. જ્યારે અંબાજીનું માનસરોવર જે અંબાજી મંદિર પાછળની સાઈડએ આવેલું છે. માનસરોવરમાં ચૌલકિયા ભવન અને કાલભૈરવનું મંદિર પણ આવેલું છે. જ્યારે માનસરોવરમાં ચૌલકિયા પણ થતી હોય છે અને માનસરોવર કુંડમાં વરસાદના લીધે પાણી વધ્યું છે. ચોક્કસથી કોઈ બનાવ ન બને તેને લઇ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માનસરોવર કુંડની આજુબાજુ ફેન્સીંગ (જાળી) પણ લગાવવામાં આવેલી છે.
જ્યારે વરસાદી પાણીની આવક થતા માનસરોવરમાં આવતા યાત્રાળુઓ કુંડને જોઈ અને ખુશી વ્યક્ત કરતા હોય છે. ચોક્કસથી અંબાજીના આ માનસરોવર કુંડમાં પાણીની આવક વધતા સ્થાનિક લોકો પણ આ કુંડને જોવા આવતા હોય છે. એટલું જ નહીં માનસરોવરમાં માનેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું છે. શ્રાવણ માસમાં અંબાજી વિસ્તારના અનેક શિવભક્તો માનેશ્વર મહાદેવની પૂજન અર્ચન કરવા પણ આવતા હોય છે. જ્યારે માનસરોવર કુંડમાં પાણી વધતા ભક્તોએ પણ આનંદ વ્યકત કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.