દિવસે વીજલી ગુલ, રાત્રે વીજળી ઓન:દાંતા તાલુકાના ખેડૂતોએ સિંચાઈ માટે દિવશે વીજળી ન મળતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

અંબાજી22 દિવસ પહેલા

દાંતા તાલુકામાં આદિવાસી ખેડૂતોને સિંચાઈ માટેની વીજળી દિવસે ન મળતા અને રાત્રે મળતી હોવાથી સિંચાઈને લઈને મુશ્કિલો પડી રહી છે. હાલમાં ઠંડીનો મોસમ હોવાના લીધે દાંતા તાલુકામાં આવેલા ખેડૂતોએ સરકારથી સિંચાઈ માટે દિવસે વીજળી આપવાની વિનંતી કરી છે. હાલમાં દાંતા તાલુકામાં આદિવાસી ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી ન મળતા ખેડૂતો પોતાની નારાજગી જતાવતા દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.

દાંતા તાલુકામાં ખેડૂતોએ સિંચાઈ માટે વીજળી દિવસે આપવાની માંગણીને લઈ દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ આવેદનપત્ર આપીને દિવસે વીજળી આપવાની માગ કરી છે. ખેડૂતોની માગણીને લઈને સામાજિક કાર્યકર્તા અને તાલુકા સદસ્યએ જણાવ્યું હતું કે, દાંતા તાલુકામાં ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજલી મળે જેથી ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી ન પડે. જો ખેડૂતોની આ માગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે હડતાલ પર ઉતરશું અને રસ્તા રોકો આંદોલન પણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...