અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર:ભાદરવી મહામેળો શરૂ થતાં પહેલા અંબાજીમાં મેળાનો માહોલ; આજે 1.25 લાખ માઈભક્તોએ દર્શન કર્યા

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાદરવી મહામેલો શરૂ થવાના પહેલા અંબાજીમાં મેળાનો માહોલ જામ્યો છે. અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. કાલે સવારથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ખુલ્લો મુકાશે. પણ અંબાજીમાં મેળાનો માહોલ હાલથી જામી ગયો છે. આજે મોટી સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે માં અંબાનો આશીર્વાદ મેળવ્યા બાદ સુખકારી જીવનની કામના કરી હતી.

આજે 1.25 લાખ માઇભક્તોએ માં અંબાના દર્શન કર્યા
અંબાજી નગરી ચારે બાજુથી ભાવિક ભક્તોથી ઉમટી રહી છે. માઇભક્તો પોતાના સંઘ સાથે પગપાળા ચાલતા અંબાજી આવી રહ્યા છે. મોટી સંખ્યામાં આજે માતાજીના ધામે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આજે અંબાજી મંદિરમાં 1 લાખ 25 હજાર માઇભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. સાથે અંબાજી માતાજીના પ્રસાદના 1 લાખ 15 હજાર પેકેટનું વિતરણ થયું હતું. શક્તિપીઠ અંબાજી માતાજીના દર્શન માટે માઇભક્તોનો અવિરત પ્રવાહ નિરંતર જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...