ભવાની ઇગ્લીંશ મિડિયમ સ્કૂલનો અનોખો પ્રયોગ:બાળકોને મનોરંજન સાથે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ હાથ ધર્યો, સ્કૂલમાં ખેલ સાથે વિવિધ પ્રકારના સ્ટોલ વિધાર્થીઓ દ્વારા લગાવામાં આવ્યા

અંબાજી25 દિવસ પહેલા

અંબાજીમાં આવેલી ભવાની ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં વિવિધ પ્રકારના ખોલો સાથે વિવિધ પ્રકારના ખાણી-પીણીના સ્ટોલો સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા. ભવાની ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ધોરણ 5 થી ધોરણ 12 સુધીના બાળકો દ્વારા ખાણી-પીણીના વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી સ્કૂલમાં 27 જેટલા સ્ટોલો લગાવવામાં આવ્યા હતા. તો દરેક સ્ટોલ પર વિવિધ પ્રકારના ખાણી-પીણીની વસ્તુઓના ભાવ લખવામાં આવ્યા હતા. ત્યારે બાળકો અને અભિભાવકો દ્વારા આ સ્ટોલો પરથી રૂપિયા આપીને વસ્તુઓ ખરીદવામાં આવી હતી.

ભવાની સ્કૂલ મીડીયમ દ્વારા આયોજિત વિવિધ પ્રકારના બાળકોના રમતોમાં પણ ધોરણ 1 થી 12 સુધીના બાળકો જોડાયા હતા. તો ખેલોમાં વિજેતાને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. ભવાની ઇંગ્લીશ મીડીયમ સ્કુલના શિક્ષકો દ્વારા આયોજિત આ કાર્યક્રમથી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જોડાયા હતા. તેમને પ્રોત્સાહિત અને મનોરંજન કરવાનું એક સરાનીહ કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...