સ્થાનિકોમાં ખુશીની લાગણી:અંબાજીમાં લોકોની રજૂઆતના પગલે કૈલાશ ટેકરી સામેની ડમ્પીંગ સાઈડને તંત્ર દ્વારા દૂર કરાઈ

અંબાજી25 દિવસ પહેલા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાતનું જ નહીં પર વિશ્વનું પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. જ્યારે અંબાજી હડાદ માર્ગ પર કૈલાસ ટેકરીની સામે આવેલ ડમ્પિંગ સ્ટેશનને હટાવવા માટે અનેકો વાર સ્થાનિક લોકો અને ગજાનંદ સોસાયટીના રહીશોએ રજૂઆત કરી હતી. જ્યારે તંત્ર દ્વારા આ ડમ્પીંગ સાઈડને હટાવી જુના નાકા વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ બનાવવામાં આવી હતી. જ્યારે ત્યાં પણ સ્થાનિક લોકોનો રજૂઆતના સુર ઊઠતા ત્યાંથી ડમ્પિંગ સ્ટેશન ફરી કૈલાશ ટેકરી સામે શરૂ કરવામાં આવ્યું હતું.

જ્યારે અનેક લોકોએ રસ્તા રોકી આ જગ્યાએ કચરો ન નાખવા અપીલ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. જેના પગલે તંત્ર કૈલાસ ટેકરીની સામેથી આજે ડમ્પીંગ હટાવવાની તજવીજ હાથ ધરી હતી અને ડમ્પીંગ સાઈડ હટાવી આ ડમ્પીંગ સાઈડને બંધ કરવામાં આવી હતી. જેને લઇ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...