શક્તિપીઠનો દરબાર આજે બંધ:ચંદ્રગ્રહણના કારણે આજે માતાજીની પૂજા અર્ચના અને દર્શન નહીં થઈ શકે, સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજીએક મહિનો પહેલા

અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન જગતજનની મા અંબાનું શક્તિપીઠ અંબાજી મંદિર વિશ્વવિખ્યાત છે. તો મા અંબાના આશીર્વાદ અને માતાજીના ચરણોમાં શીશ નમાવા દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના દ્વારે આવતા હોય છે. આજે દેવ દિવાળી એટલે કે કાર્તિકી સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. ધાર્મિક અને વેદ શાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન કોઈપણ પૂજા વિધિ કે પછી ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી. તો આજે જગત વિખ્યાત મા અંબાનું ધામ અંબાજી મંદિર પણ ચંદ્રગ્રહણ હોવાના કારણે બંધ રાખવામાં આવ્યું છે.

કાર્તિકી સુદ પૂર્ણિમા અને દેવ દિવાળીના દિવસે આજે ચંદ્રગ્રહણ હોવાના કારણે અંબાજી મંદિરમાં માતાજીની વહેલી સવારે 4:00 વાગ્યે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. માતાજીની મંગળા આરતી મંદિરના ભટજી મહારાજ દ્વારા કરવામાં આવતી હોય છે. આજે કાર્તિકી સુદ પૂનમ હોવાના લીધે મોટી સંખ્યામાં માઇ ભક્તો વહેલી સવારે 4:00 કલાકે મંગળા આરતીમાં જોડાયા હતા.

સવારે 4:00 થી 4:30 કલાક સુધી આરતી થયા બાદ 4:30 કલાકથી સવારે 6:30 કલાક સુધી માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના મંદિર પહોંચ્યા હતા. સવારે 6:30 કલાક બાદ મંદિરને વિધિવત રૂપે માતાજીના દ્વાર બંધ કરી દેવાયા હતા. તો રાત્રે 9 કલાક સુધી માતાજીનું મંદિર બંધ રહેશે. આજે ચંદ્રગ્રહણના લીધે સવારે 6:30 કલાકથી રાત્રે 9 કલાક સુધી માતાજીનું મંદિર માઈ ભક્તો માટે બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...