અંબાજીના પ્રસાદમાં ભાવ વધારો:મોંઘવારીની અસરથી હવે પ્રસાદ પણ મોંઘો થયો; મંદિરમાં મળતો મોહનથાળના પ્રસાદનો ભાવ 15થી વધારી 18 કરાયો

અંબાજી7 દિવસ પહેલા

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતુ માં અંબાનું ધામ અંબાજી જગ વિખ્યાત છે. દરરોજ માં અંબાના ચરણોમાં શીશ નમાવા હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. અંબાજી આવતા શ્રદ્ધાળુઓ માં અંબા ના આશીર્વાદ સ્વરૂપ પ્રસાદ સાથે લઈ જતા હોય છે. આજે અંબાજી મંદિરમાં મળતો મોહનથાળના પ્રસાદના ભાવમાં વધારો કરાયો છે.

પેકેટ દીઢ 3 રુપિયાનો વધારો
અંબાજી મંદિરમાં ત્રણ સાઈઝમાં મોહનથાળના પ્રસાદના પેકેટ મળે છે. મોહનથાળના નાના પેકેટ જેની કિંમત 15 રૂપયા હતી, તેની કિંમત વધીને 18 રૂપયા કરાઈ છે. તો મીડીયમ સાઈઝ ના પેકેટ જેની કિંમત 25 રૂપયા હતી તેની વધારી ને 28 રૂપયા કરાઈ છે તો મોટા મોહનથાળ પ્રસાદ જેની કિંમત 50 રૂપયા હતી તેની ભાવ વધારી ને 52 રુપિયા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...