નદી-નાળાઓમાં પાણીની આવક વધી:અંબાજી અને આજુબાજુમાં થયેલા ભારે વરસાદના કારણે અંબાજીની તેલીયા નદીમાં નવાં નીર આવ્યાં

અંબાજી3 દિવસ પહેલા
  • અંબાજીની તેલીયા નદીમાં નવા નીર આવતાં ખેડૂતો અને સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી

અંબાજીમાં ગઈકાલે થયેલા ભારે વરસાદને પગલે તેલીયા નદીમાં નવા નીર આવ્યા હતા. વરસાદી સિઝન આવતા ગુજરાતમાં વરસાદી સિઝનની શરૂઆત ધમાકેદાર રહી છે. ગુજરાતના મોટા ભાગોમાં નદી નાળામાં નવા નીર સાથે પાણીની આવક વધી છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી અને આબુ બાજુના વિસ્તારોમાં વરસાદની સારી આવક થઈ છે. જેને લઈ અંબાજી નજીકના નદી નાળાઓમાં પાણીની આવક વધી છે.

નદીમાં નવા નીર આવતાં ખેડૂતો-સ્થાનિક લોકોમાં ખુશી
અંબાજીમાં ગઈકાલે શુક્રવારે બપોર પછી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અંબાજીમાં ગઈકાલે થયેલા ભારી વરસાદના લીધે સમગ્ર અંબાજી અને આજુ બાજુના વિસ્તારો પાણી પાણી થયા હતા. અંબાજીમાં ગઈકાલે બપોર પછી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અંબાજીના પહાડી વિસ્તારોમાં થયેલા ભારી વરસાદના પગલે અંબાજીની તેલીયા નદીમાં નવા નીરનો પ્રવાહ જોવા મળ્યો છે. અંબાજીથી પસાર થતી તેલીયા નદી દાંતીવાડા ડેમ ખાતે મળે છે. અંબાજીની તેલીયા નદીમાં નવા નીર આવતાં ખેડૂતો અને સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...