દાંતા 10 વિભાનસભા બેઠક:આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર-પ્રસાર; જીત માટે એડી ચોટીનું જોર

અંબાજી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાંતા 10 વિધાનસભા બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર લાધુ પારગી, કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી, આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર બુમડીયા, તો અપક્ષના ઉમેદવાર તરીકે ધ્રાંગી કાળા ચુનાવી મેદાને ઉતર્યા છે. તો દરેક પાર્ટીના ઉમેદવારો સાથે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોતાના મત વિસ્તાર માં પ્રચાર પ્રસારનો શ્રી ગણેશ કર્યો છે.

ડોર ટુ ડોર પ્રચાર
આજે આમ આદમી પાર્ટી દાંતા 10 વિધાનસભા બેઠક પર ઉમેદવાર મહેન્દ્રભાઈ બુમડિયાના પ્રચાર માટે પાર્ટીના કાર્યકર્તાઓ પેમ્પલેટ વિતરણ કરી અને લોકોને યોગ્ય શિક્ષા, પાણી અને વીજળીની સુવિધાઓ વિશે જણાવી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર બુમડિયાને મત આપી અને જીતાડવા માટે જોરો શોરોથી પ્રચાર-પ્રસાર ચાલુ કર્યું છે. આજે અંબાજી નજીક કોટેશ્વર ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...