સોનાનું દાન:મુંબઇના માઈભક્ત દ્વારા અંબાના મંદિરે સોનાના બિસ્કીટનું દાન; જેની કુલ કિંમત રૂપિયા 23.67 લાખ

અંબાજી11 દિવસ પહેલા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. માં અંબાના ચરણોમાં શીશ નમાવવા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના દરબારે આવી આશીર્વાદ મેળવતા હોય છે. માઇ ભક્તો દ્વારા પોતાની શ્રદ્ધા અનુસાર મા અંબાના મંદિરે દાન પણ આપવામાં આવતું હોય છે. અનેક માઇ ભક્તો સોના-ચાંદીનું દાન પણ આપતાં હોય છે. ત્યારે આજે રવિવારે એક માઈ ભક્ત દ્વારા સોનાના બિસ્કીટ ભેટ સ્વરૂપે દાનમાં આપ્યા હતાં.

454 ગ્રામ વજનના સોનાના બિસ્કીટનું દાન
અંબાજી મંદિરમાં આજે રવિવારે સવારે મુંબઈથી આવેલા એક માઈ ભક્તે સોનાના બિસ્કીટ ભેટ સ્વરૂપે દાન આપ્યા હતા. મુંબઈના માઇ ભક્તે માતાજીના મંદિરમાં 454 ગ્રામ વજનના સોનાના બિસ્કીટ ભેટ સ્વરૂપ આપ્યા હતા. જેની કુલ કિંમત 23.67 લાખ રૂપિયા થાય છે. ભેટ આપ્યા બાદ મુંબઈના માઇભક્તે માં અંબાના નિજ મંદિરે માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...