સુચારૂ આયોજન માટે માર્ગદર્શન અપાયું:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અંબાજી મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટર આનંદ પટેલે અધિકારીઓ સાથે બેઠક યોજી

અંબાજી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારનારા હોઇ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારીઓ માટે બેઠક યોજી હતી. જેમાં કલેક્ટરે વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા.

અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન અપાયું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો અંબાજી ખાતેનો કાર્યક્રમ ગરિમાપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે થાય એ માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. કલેક્ટર આનંદ પટેલે વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો સાથે તેમને સુપર્ત કરેલી કામગીરીની મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરી હતી તથા તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલી જવાબદારી પૂરતી કાળજી અને તકેદારીપૂર્વક નિભાવવા સૂચન કર્યું હતું. કલેક્ટરે કાર્યક્રમના સ્થળે સુશોભન, વીજ પુરવઠો, મહાનુભાવો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા, સાફ-સફાઈની કામગીરી, આરોગ્ય વિષયક વ્યવસ્થાઓ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી.

કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા તંત્રે તૈયારીઓ આરંભી
આમ ભારતના પ્રધાનમંત્રી બનાસકાંઠાની ધરતી પર આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે જિલ્લા વહિવટી તંત્રે તૈયારીઓ આરંભી દીધી છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નાયબ વન સંરક્ષક અભયસિંઘ, નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ.શેખ, નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર તથા વિવિધ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...