ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી:ટ્રાઇબલ વિસ્તારના વિધાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો લેવામાં મુશ્કેલી, કોંગ્રેસ દ્વારા દાંતા પ્રાંત અધિકારીને આવેદન

અંબાજી13 દિવસ પહેલા
  • દાંતાનાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે એન.એસ.યુ.આઈ. અને કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા

દાંતા વિસ્તારના અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો લેવામાં ભારે હાલાકી વેઠવી પડતી હોવાની બુમરાડથી પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું. અવારનવાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો માટે મામતદારની કચેરીએ ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ લાગતા રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે ન્યાય કરવામાં આવે અને બિનજરૂરી પુરાવા ડોક્યુમેન્ટ ન માંગવામાં આવે તેવો આદેશ કરવાની માંગ સાથે દાંતાના એન.એસ.યુ.આઈ. અને દાંતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું.

ધારાસભ્ય ક્રાંતિભાઈ ખરાડી સહિત જિલ્લા પ્રમુખ અને વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા
મામલતદાર તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગીના નારા સાથે રોષ પ્રકટ કર્યો હતો. જો વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં પ્રમાણપત્રો રાજ્ય સરકારના પત્ર પ્રમાણેના ડોક્યુમેન્ટોથી આપવામાં નહીં આવે તો ધરણા ઉપર બેસવાની ધારાસભ્યએ કાંતિભાઈ ચીમકી આપીછે. દાંતા તાલુકા NSUIના પ્રમુખ ભવાનીસિંહ રાઠોડની આગેવાની હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભવાનીસિંહ રાઠોડ સાથે મોટી સંખ્યામાં NSUI અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પ્રાંત કચેરી બાહર પોતાનો રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં પ્રાંત કચેરી ખાતે વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...