મેરાજાની ધમાકેદાર એન્ટ્રી:અંબાજીમાં વરસાદની ધુઆધાર બેટિંગ; શહેરના માર્ગો વરસાદી પાણીથી નદીમાં ફેરવાયા

અંબાજી10 દિવસ પહેલા

યાત્રાધામ અંબાજીમાં મેઘ રાજાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ હતી. અંબાજીમાં બપોર પછી આકાશમાં કાળા વાદળો છવાતા અંધાર પટ છવાયું હતું. સાથે વરસાદની ધુઆધાર બેટિંગ ચાલુ થતા અંબાજીના તમામ માર્ગો પર વરસાદી પાણી જોવા મળ્યું હતું. અંબાજીના બજારોમાં ભારી વરસાદના લીધે વરસાદી પાણી નદીની જેમ ચાલતું નજરે પડ્યું હતું.

ભારે વરસાદના પગલે માર્ગો નદીમાં ફેરવાયા
આજે વહેલી સવારથી અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસી રયો હતો. એકાએક બપોર પછી વાતાવરણમાં પલટો આવતા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અંબાજી અને આજુ બાજુના વિસ્તારોમાં બપોર પછી અચાનક કાળા વાદળ આકાશમાં છવાયા હતા ત્યારે અચાનક ભારી વરસાદની શરૂઆત થઈ હતી. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પસરી હતી. અંબાજીમાં વરસાદ વરસતા તમામ માર્ગો નદીમાં ફેરવાતા ઘણા વાહનો પાણીના પ્રવાહમાં અટવાયા હવાથી ટ્રાફિક જામની સ્થતિ સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...