મોહનથાળ માટે એજન્સીને ઓર્ડર આપવામાં આવ્યો:આવતીકાલથી અંબાજી મંદિરના કાઉન્ટર પરથી ભક્તો મોહનથાળ લઈ શકશે, આજે 3250 કિલો મોહનથાળ બનાવાશે

અંબાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગઈ કાલે ભટ્ટજી મહારાજની ગાદી પર મોહનથાળનો પ્રસાદ ચાલુ થઈ ગયો છે. ત્યારે દેવસ્થાન ટ્રસ્ટે પણ ખાનગી એજન્સીને મોહનથાળ પ્રસાદ બનાવાનો ઓર્ડર આપી દીધો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ફરી એક વાર મોહનથાળ મળશે. તેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા મોહિની કેટર્સને મોહનથાળ બનાવવા માટે ઓર્ડર આપી દીધો છે. મોહિની કેટર્સના કામદારો ફરી એક વાર મોહનથાળ બનાવવાની કામગીરીમાં જોવા મળી રહ્યા છે.

10 ગાણ એટલે કે 3250 કિલો મોહનથાળ બનાવાશે
મોહિની કેટર્સ દ્વારા ગુણવત્તા સાથે મોહનથાળ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે મોહનથાળ બનીને તૈયાર થશે અને આવતીકાલથી અંબાજી મંદિરના કાઉન્ટર પરથી ભક્તો મોહનથાળ લઈ શકશે. આજે મોહિની કેટર્સ દ્વારા 10 ગાણ એટલે કે 3250 કિલો મોહનથાળ પ્રસાદ બનાવામાં આવશે. જેમાં આશરે 32000 પેકેટ મોહનથાળ મોહિની કેટરર્સ અંબાજી મંદિરને બનાવી આપશે. મોહનથાળનો પ્રસાદ કેવી રીતે બની રહ્યો છે અને તેની શુદ્ધતાનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...