વ્યવસ્થા માઈભક્તોએ વખાણી:મા અંબાના ભાદરવી મહામેળામાં આવેલા માઇભક્તો બોલ્યા, આ વખતે અડધો કલાકમાં જ દર્શન થઈ ગયાં,વ્યવસ્થા સારી

અંબાજી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી ભાદરવી પૂનમના મહાકુંભમાં વહીવટીતંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા માઈભક્તોએ વખાણી

તેજસિંહ રાઠોડ
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાનાં દર્શને હજારો કિલોમીટર દૂરથી પગપાળા આવતાં હોઇ વહીવટી તંત્ર માટે આયોજન એક કસોટી બની રહે છે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ભાદરવી પૂનમના મેળો યોજાયો હોઇ લાખો શ્રદ્ધાળુઓ માના દર્શને ઊમટી રહ્યા છે.

માઈભક્તોએ પ્રસન્નતા સાથે સંતોષની લાગણી વ્યક્ત કરી
ત્યારે વર્ષોના અનુભવ પછી તંત્ર દ્વારા આ વર્ષે મંદિરમાં દર્શન સહિતની કરેલી વ્યવસ્થા અંગે દર્શનાર્થે આવેલા માઈભક્તોએ પ્રસન્નતા સાથે સંતોષની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, પહેલાં તો દર્શન માટે લાઇનમાં ઊભા રહીએ તો બબ્બે કલાક લાગતાં, પરંતુ આ વખતે અડધો કલાકમાં જ માનાં દર્શન થઈ ગયાં, વ્યવસ્થા સારી છે. ઉલ્લેખનિય છે કે, શુક્રવારે મેળાના પાંચમા દિવસે 3.63 લાખ સહિત 5 દિવસમાં કુલ 20 લાખથી વધુ માઇભક્તો મા અંબાનાં દર્શન કરી ધન્ય બન્યાં હતાં.

5 દિવસમાં કુલ 20 લાખથી વધુ માઇભક્તોએ દર્શન કર્યાં
અંબાજીમાં અંબાનાં દર્શને મમ્મીને સાથે લાવ્યો છું. તેણીને શારીરિક તકલીફ હોઈ ચાલી શકતાં નથી. પણ ઇ-રિક્ષા અને ત્યાર પછી ટ્રાઇસિકલની વ્યવસ્થા સાથે સુરક્ષા કર્મીઓની ભાવના જોઈ આનંદ અનુભવું છું. અંબાજી પહેલીવાર આવ્યો પણ ખૂબ જ સરસ દર્શન થયાં. - યશોધન જોશી, મુંબઈ

રક્ષા કર્મીઓની ભાવના જોઈ આનંદ અનુભવું છું
અંબાજીમાં અંબાનાં દર્શને મમ્મીને સાથે લાવ્યો છું. તેણીને શારીરિક તકલીફ હોઈ ચાલી શકતાં નથી. પણ ઇ-રિક્ષા અને ત્યાર પછી ટ્રાઇસિકલની વ્યવસ્થા સાથે સુરક્ષા કર્મીઓની ભાવના જોઈ આનંદ અનુભવું છું. અંબાજી પહેલીવાર આવ્યો પણ ખૂબ જ સરસ દર્શન થયાં. - યશોધન જોશી, મુંબઈ

પહેલાં લાઈનમાં એક થી દોઢ કલાક ઊભું રહેવું પડતું
અમો સહ પરિવાર છેલ્લા 30 વર્ષથી મા અંબાનાં દર્શનાર્થે આવીએ છીએ. પહેલાં લાઈનમાં એક થી દોઢ કલાક ઊભું રહેવું પડતું. આ વખતે તો અડધો કલાક પણ નથી થયો. ખૂબ જ સરસ દર્શન વ્યવસ્થા. - ભૌતિક આર. પટેલ, નવસારી

અન્ય સમાચારો પણ છે...