ગબ્બર પર્વત પર રોપ-વે મેન્ટેનન્સને લઈ 5 દિવસ બંધ:આવતીકાલથી અંબાજીમાં ભક્તોએ 5 દિવસ સુધી 1000 પગથિયા ચડીને ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા પડશે

અંબાજી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મા જગતજનની અંબાના દર્શન કરવા હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. માતાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ માઇભક્તો અંબાજીથી ત્રણ કિલોમીટરના અંતરાલે આવેલું ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં માઇભક્તો જતા હોય છે અને માં અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે.

ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા ચાલતા જવા માટે 1000 જેટલા પગથિયા ચડીને ગબ્બર પર્વત પર આવેલા ગબ્બર ગોખના દર્શન થાય છે. તો ગબ્બર પર પર્વત પર જવા માટે યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે પણ ઉપલબ્ધ છે. મોટી સંખ્યામાં યાત્રાળુ રોપ-વે માં જઈ માં અંબાના અખંડ જ્યોતના દર્શન માટે ગબ્બર પર્વત પર જતા હોય છે. મોટી સંખ્યામાં રોપ-વે નો ઉપયોગ હોવાના કારણે રોપ-વે નો ઘસારો વધી જતો હોય છે. જેથી રોપ-વે ની વર્ષભરમાં સમયસર સારસંભાળ પણ કરવામાં આવતી હોય છે. સારસંભાળ દરમિયાન રોપ-વે ની તમામ મશીનરીનું મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવે છે. રોપ-વે સુચારુ રૂપથી ચાલુ રહે અને કોઈપણ મશીનરી ખરાબી ન થાય તે હેતુથી વર્ષભરમાં સમયસર રોપ-વે ની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. મેન્ટેનન્સ કામગીરી દરમિયાન થોડા દિવસ માટે રોપ-વે સર્વિસ બંધ રહેતું હોય છે.

કાલ થી ગબ્બર પર્વત પર આવેલા રોપ-વે ના મેન્ટેનન્સને લઈ કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે ગબ્બર પર્વતના રોપ-વે પાંચ દિવસ માટે બંધ રહેશે. તારીખ 9/1/2023 થી 13/1/2023 સુધી ગબ્બર રોપ-વે બંધ રહેશે. તારીખ 14/1/2023 થી રોપ-વે સર્વિસ રાબેતા મુજબ શરૂ થશે. પાંચ દિવસે માટે રોપ-વે ના મેન્ટેનન્સના લીધે રોપ-વે સર્વિસ બંધ રાખવામાં આવશે. ત્યારે આ દરમિયાન અંબાજી ગબ્બર પર્વત પર માતાજીના દર્શન શરૂ રહેશે. તે યાત્રાળુઓ પગથિયા ચડીને માતાજીના અખંડ જ્યોતના દર્શન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...