ઘરે બેઠા માં અંબાના દર્શન:વિશ્વભરના 20 દેશોના 27 લાખ માઇભક્તોએ ડિજિટલ પ્લેટફોર્મ થકી મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યું

અંબાજી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની તમામ પ્રકારની સવલતો સુવિધાઓ સચવાયએ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા કરવામાં આવ્યું હતું. જેના માટે આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી યાત્રાળુઓને મેળા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું.

યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા મહામેળામાં સરકારના ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કલેકટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ. સૌ પ્રથમ વાર ઓનલાઇન રજીસ્ટ્રેશન, વાહન પાસ અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઘરે બેઠામાં અંબાના દર્શન કરી શકે એ પ્રકારનું આયોજન કરી માઇભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

સૌ પ્રથમ વાર ઓનલાઇન રજીસ્ટ્રેશન આ વખતે મેળામાં વહીવટીતંત્ર દ્વારા કેટલીક વિશિષ્ટ અને અનોખી પહેલ કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંબાજીમાં આવતા પદયાત્રી સંઘો અને વાહનો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની સગવડ ઉભી કરવામાં આવી હતી. જે અંતર્ગત 5500 જેટલા પદયાત્રી સંઘોની ઓનલાઇન નોધણી અને 11,540 જેટલા વાહન પાસ ઘરે બેઠા ઓનલાઈન મંજૂરી આપી ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં. તો બનાસકાંઠા જિલ્લામાં 154 જેટલા સેવા કેમ્પને ઓનલાઇન મંજૂરી આપી હતી.

શક્તિપીઠ અંબાજી દેશભર અને વિશ્વમાં વસતા માઇભક્તો માટે શ્રદ્ધા આસ્થાનું પ્રતીક છે. ભાદરવી પૂનમના મેળાનો વિશેષ મહિમા હોઈ લાખો યાત્રાળુઓ માં અંબાજીના ધામમાં ઉમટી પડતા હોય છે. ત્યારે અંબાજી ન આવી શકનાર માઇભક્તો ઘેર બેઠા માતાજીના દર્શન આરતી અને મેળાનો આનંદ માણી શકે એ માટે સમગ્ર મેળાનું સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિશ્વભરના 20 જેટલા દેશમાં 27 લાખ શ્રદ્ધાળુઓએ ડિજિટલ માધ્યમ ફેસબુક, યુ ટ્યુબ, ટ્વિટર, વેબસાઈટના માધ્યમથી મેળાનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ધન્યતા અનુભવી છે. તો આ વર્ષથી અંબાજી દેવસ્થાનનું ઇન્સ્ટગ્રામ પેજ પણ શરૂ કરાયું છે. જેનો બહોળી સંખ્યામાં યુવાવર્ગે લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...