જગતજનની માં અંબા પર અપાર શ્રધ્ધા:અંબાજી મંદિરમાં માઇભક્તે 21 લાખ રૂપિયાનો ચેક દાન કર્યો, નવચંડી યજ્ઞ કરી આશીર્વાદ મેળવ્યો

અંબાજી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી મંદિરમાં લોકો દિલ ખોલીને દાન કરતા હોય છે.

અંબાજી મંદિરમાં અનેકો માઇભક્તો દ્વારા સોના-ચાંદી અને રોકડ રૂપિયાનો દાન કરાતો હોય છે. માં જગતજનનીના ધામ અંબાજી મંદિરમાં લોકો દિલ ખોલીને દાન કરતા હોય છે. આજે રાજસ્થાનના મૂળ નિવાસી હાલમાં અમદાવાદ ખાતે રહે છે. તેમને માતાજીના અંબાજી મંદિરમાં 21 લાખ રૂપિયાનો ચેક દાન કર્યો હતો. સાથોસાથ દાતાએ સહ પરિવાર સાથે અંબાજી મંદિરના હવન શાળામાં નવચંડી યજ્ઞ કરી માતાજીનો આશીર્વાદ પણ મેળવ્યો હતો.

બનાસકાંઠા કલેક્ટર હાજરીમાં ચેક અપાયો હતો
ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ શુરૂ થતા શ્રાવણ માસના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં એક માઇભક્તે 21 લાખ રૂપિયાનો ચેક દાન કર્યો છે. અંબાજી મંદિરમાં આજે એક માઇભક્તે 21 લાખ રૂપિયાનો ચેક દાન કર્યો છે. રાજસ્થાનના મૂળ નિવાસી દેવેન્દ્ર શર્મા દ્વારા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના નામે દાનમા આપ્યો હતો. 21 લાખ રૂપિયાનો ચેક માતેશ્વરી ઉરબન ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ દ્વારા અપાયો છે. અંબાજી મંદિરમાં 21 લાખ રૂપયાનો ચેક દાતા દ્વારા બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલની હાજરીમાં અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...