ચૂંટણી પહેલા 'આપ'માં ભંગાણની સ્થતિ:દાંતા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં સ્થાનિક ઉમેદવારની માંગ, કાર્યકર્તાઓ રોષે ભરાયાં

અંબાજી23 દિવસ પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓના પડખમ વાગી ચુક્યા છે. તો ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની લીસ્ટ જાહેર કરી રહ્યા છે. તો અલગ અલગ પાર્ટીઓમાં પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરતા પાર્ટીના કાર્યકર્તાઓને પસંદના ઉમેદવારોના મળતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. દાંતા 10 વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરતા દાંતા તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સ્થાનિક ઉમેદવારના મળતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દાંતા તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્થાનિક ઉમેદવારના મળતા વિરોધ પ્રદર્શન કર્યો હતો. દાંતા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એમ.કે. બુમડિયાની પસંદગી કરાઈ છે. તેને લઈને દાંતા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સ્થાનિક ઉમેદવાર ન મળતા દાંતાના વિશ્રામ ગ્રહ આગળ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો આપના કાર્યકર્તાઓ સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો. સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દાંતા તાલુકામાં સ્થાનિક ઉમેદવાર જાહેર નહીં કરાય તો રાજીનામાં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. દાંતા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રદેશ આમ આદમી પાર્ટી કમિટીથી ઉચિત નિણર્ય લે તેવી માંગ પણ કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલા દાંતા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...