લોકોમાં હાહાકાર:દાંતામાં વીજળી ત્રાટકવાની ઘટનામાં બકરાંના મોતનો આંક 73 થયો, 50 બકરાં હજુ લાપત્તા

અંબાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ, પશુચિકીત્સક અને તાલુકા પં.ના કર્મચારીઓએ તપાસ હાથ ધરી

રવિવારે માંડી સાંજે દાંતાના માણેકનાથ ડુંગર વિસ્તારમાં વીજળી ત્રાટકવાની ઘટનામાં એક માલધારી યુવકનું મોત થવા સાથે 73 બકરાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 50 થી વધુ બકરા લાપત્તા થયા હોવાનું બહાર આવ્યું છે. બનાવને પગલે પોલીસ સહીત પશુચિકીત્સક અને તાલુકા પંચાયતના કર્મચારીઓએ વધુ તપાસ હાથ ધરી હતી.ઘટનામાં માલધારીનું મોત પણ થયું હતુ.

આ ઘટનાની જાણ થતાં દાંતા પોલીસના હેડ કો.વિક્રમભાઈ સહીત પો.કો.ભરતસિંહ દિયોલ પણ બનાવ સ્થળે દોડી જઈ સ્થળ સ્થિતિ નિરીક્ષણ કરી મૃતકના શબને દાંતા રેફરલમાં પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાથી હાહાકાર મચ્યો છે.

મૃત બકરાંનું સ્થળ પરજ પી.એમ. કરાયું
બનાવને પગલે દાંતા પશુ ચિકિત્સક આશિષભાઇ એચ. દેસાઇ સહીત ડૉ.વી.કે. ચૌધરી પણ સ્થળ પર પહોચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ ખુબજ ગાઢ જંગલ અને વિકટ માર્ગવાળો ડુંગર હોઈ બનાવ સ્થળે પહોંચતા જ ત્રણ કલાક લાગ્યા હતા. જ્યાં સ્થળ પર 73 જેટલી બકરીઓ અને બકરાનું પી.એમ. કરવા માં આવ્યું હતું. જેમનું મરણ વીજળી પડવાથી થયું હતું. 4 ભૂલકાઓ નોંધારા બન્યા

​​​માલધારી પરિવાર પર આફત
73 બકરા સહીત ચમનભાઈનું પણ અકાળે અવસાન થતા ગરીબ માલધારી પરિવાર પર સંકટના વાદળો ઘેરાઈ જવા પામ્યા છે. મૃતક ચમનભાઈને સંતાનોમાં ચાર બાળકોમાં બે દીકરી અને બે દીકરાએ છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...