હાલાકી:દાંતા તાલુકા પંચાયત જર્જરિત, કર્મચારીઓ પર ભયનો ઓથાર

અંબાજી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમ્યુટર ઉપકરણો સહિત મહત્વના રેકોર્ડ પણ નાશ થવાની દહેશત

દાંતાની તાલુકા પંચાયત કચેરી જર્જરિત અવસ્થામાં પરિવર્તિત થઈ જવા પામી છે. વરસાદની ઋતુમાં વારંવાર છતના પોપડા નીચે પડવા સાથે વરસાદના ભેજને કારણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ પર જીવનું જોખમ તોળાવા સાથે મહત્વના રેકોર્ડ પણ નાશ થવાની ભીતિ સર્જાઈ છે.

દાંતાની રજવાડાના સમયની ઇમારતમાં તાલુકા પંચાયત કાર્યરત છે. પરંતુ સમયની થપાટ સાથે હવે આ ઇમારત બિલકુલ જર્જરીત અવસ્થામાં પરિવર્તિત થઇ જવા પામી છે. ત્યારે વરસાદી ઋતુમાં તો અહીં વારંવાર છત પરના સિમેન્ટના પોપડા પડવાની ઘટના સાથે વરસાદી ભેજ અને છત પાણીથી તરપતિ હોવાને લઈ અહીં કચેરીમાં કામ કરતા કર્મચારીઓના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.

એટલુંજ નહિ વરસાદી ભેજને કારણે કચેરીમાં હયાત મહત્વના રેકોર્ડ સહીત કોમ્યુટર ઉપકરણો પણ નાશ થવાની અને ક્યારેક વીજ અકસ્માત થવાની પણ ભારે ભીતી સેવાઈ રહી છે. જેને લઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની પણ પ્રબળ માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ પોપડા પાડવાને કારણે તાલુકા પંચાયતમાં એક વ્યક્તિ માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...