કૃત્રિમ ધોધ પર તપાસની માગ:દાંતા NSUI દ્વારા રાજમહેલની અંબા ફિલ્મ સિટીમાં બનેલા કૃત્રિમ ધોધને લઈને તપાસ કરવા રજૂઆત

અંબાજી6 દિવસ પહેલા
  • કૃત્રિમ ધોધની જગ્યાની મંજૂરી લીધેલી છે કે નહીં તેની પણ તપાસ કરવા રજૂઆત
  • રજૂઆત લેટર પેડ સાથે ડી.એફ.ઓ., ધારાસભ્ય દાંતા અને જિલ્લા પંચાયતને મોકલી આપી

દાંતામાં આવેલા રાજમહેલમાં અંબા ફિલ્મ સિટીમાં કૃત્રિમ ધોધ બનાવામાં આવ્યો છે. રાજ મહેલના ફિલ્મસિટીમાં બનેલા કૃત્રિમ ધોધ જંગલ વિસ્તારમાં બનેલો છે કે રાજમહેલના માલિકીની જગ્યાએ બનાવવામાં આવ્યો છે તેની તપાસ થવી જોઈએ એવું દાંતાના એન.એસ.યુ.આઈના અધ્યક્ષ ભવાની સિંહે જણાવ્યું છે. દાંતાના રાજમહેલની ફિલ્મ સિટીમાં કૃત્રિમ ધોધ પર વાંધો ઉપાડતા દાંતા તાલુકા આ મુદ્દો ગરમાયો છે.

કૃત્રિમ ધોધની જગ્યાની મંજૂરી લીધેલી છે કે નહીં તેની તપાસ કરવાની માગ
દાંતાના એન.એસ.યુ.આઈના અધ્યક્ષ ભવાની સિંહે દાંતાના રાજમહેલમાં ફિલ્મ સિટીમાં બનેલા કૃત્રિમ ધોધ પર તપાસની માગણી સાથે કૃત્રિમ ધોધની જગ્યાની મંજૂરી લીધેલી છે કે નહીં તેની પણ તપાસ થવી જોઇએ એવી રજૂઆત લેટર પેડ સાથે ડી.એફ.ઓ.પાલનપુર, ધારાસભ્ય દાંતા અને જિલ્લા પંચાયતને મોકલી આપી છે.

તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગણી
સાથે જ કૃત્રિમ ધોધની જગ્યાએ ગેરકાયદેસર બ્લાસ્ટીંગ પણ કરવામાં આવી રહ્યું છે તે અંગે પણ જરૂરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગણી એન.એસ.યુ.આઈ અધ્યક્ષે કરી છે.

અન્ય સમાચારો પણ છે...