ધારાસભ્ય પર થયેલા હુમલાનો વિરોધ:દાંતા NSUI દ્વારા અનંત પટેલ પર થયેલા હુમલાનો ઉગ્ર વિરોધ; પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કડક પગલાં લેવા માગ કરી

અંબાજી2 મહિનો પહેલા

આજે દાંતા NSUI દ્વારા દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વાંસદાના ધારાસભ્ય પર થયેલા હુમલા બાબતે યોગ્ય તપાસ કરી હુમલા કરનારા લોકો સામે કઠોર કાર્યવાહીની માંગ સાથે આજે દાંતાના NSUI સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા બાબતે આજે દાંતા પ્રાંતઅધિકારીને NSUIની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં NSUIના ગુજરાત પ્રદેશ મહામંત્રી ભવાનીસિંહ રાઠોડ અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાના મહામંત્રી મેહુલદાન ગઢવીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા. આ સિવાય સોશિયલ મીડિયાના દાંતા તાલુકાના ઉપ પ્રમુખ દિનેશભાઈ બુબડીયા, તાલુકા પંચાયતના સભ્ય કાંતિભાઈ બુબડીયા તાલુકા પંચાયતના સભ્ય રવિભાઈ ડાભી, લોટોલ સરપંચ ગોપાલભાઈ, સોંડોશી સરપંચ તારાલ પરવીનભાઈ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...