યાત્રાધામ માટે બસ સેવા શરૂ કરવા માગ:અંબાજીથી ઉજ્જૈન બસ સેવા શરૂ કરવા એસટી વિભાગને દાંતાના ધારાસભ્યએ પત્ર લખ્યો, યાત્રાળુઓને દર્શન કરવામાં થશે સરળતા

અંબાજી22 દિવસ પહેલા

યાત્રાધામ અંબાજીમાં માતાજી ના દર્શન અને આશીર્વાદ મેળવવા દેશભરમાંથી યાત્રાળુઓ આવતા હોય છે. મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ માઁ અંબાના ધામમાં આવે છે. મધ્યપ્રદેશમાં આવેલા ઉજ્જૈન યાત્રાધામમાં પણ મોટી સંખ્યામાં અંબાજીથી અને આજુબાજુના વિસ્તારમાંથી યાત્રાળુઓ જતા હોય છે. યાત્રાળુઓ અંબાજીથી ઉજ્જૈન જવા માટે અલગ અલગ બસો બદલીને જતા હોય છે. જેને લઈને દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ અંબાજીથી ઉજ્જૈન જવા માટે એસટી બસ સેવા શરૂ કરવાની ભલામણ કરી છે.

દાંતાના ધારાસભ્ય કાંતી ખરાડીએ એસટી વિભાગને પત્ર લખી યાત્રાધામ અંબાજીથી ઉજ્જૈન યાત્રાધામ સુધી એસટી બસ શરૂ કરવા પત્ર લખી ભલામણ કરી છે. જેના લીધે યાત્રાળુ ઓછા ખર્ચે અને કોઈપણ જાતની મુશ્કેલી વગર સરળતાથી અંબાજીથી ઉજ્જૈન અને ઉજ્જૈનથી અંબાજી દર્શન કરવા માટે આવી જઈ શકે.

અન્ય સમાચારો પણ છે...