તંત્રની આળસે દર્દીઓ પરેશાન:દાંતા સિવિલ હોસ્પિટલમાં ભરાતા પાણીથી દર્દીઓને પારાવાર હાલાકી, નિવારણ માટે આરોગ્ય મંત્રીને રજૂઆત કરાઈ

અંબાજી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વરૂપ રાણા દ્વારા દાંતા સિવિલમાં ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ લાવવા પ્રયત્નો હાથ ધરાયા

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા દાંતાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય વરસાદના પગલે પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે અનેકવાર દર્દીઓની હાલત કફોડી બનવાની સાથે પ્રસ્તુતિ માટે આવતી મહિલાઓને પણ ભારે હાલાકીનો સામનો વેઠવો પડતો હોય છે. અનેક વાર દર્દીઓની ગાડી પણ આ પાણીમાં બંધ પડતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાવાની સમસ્યા અતિ ગંભીર બની છે. જેના પગલે સમસ્યાનું નિરાકરણ લાવવાના હેતુસર આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં ભરાતા પાણીની સમસ્યાથી અવગત કરાવાયા
દાંતા એ દાંતા તાલુકાનું વડુમથક છે. જ્યારે આસપાસના ગામડાના લોકો પણ સારવાર અર્થે દાંતા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા હોય છે, જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાવાની સ્થિતિને લઈ અનેકવાર લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ પરેશાનીનું નિરાકરણ આવે તેને લઈ દાંતાના ભાજપના આગેવાન સ્વરૂપ રાણા દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને દાંતા સિવિલ હોસ્પિટલમાં ભરાતા પાણીની સમસ્યાથી અવગત કરાવવામાં આવ્યા હતા.

ઘટતી કાર્યવાહી કરવા પણ નિવેદન કરાયું
સ્વરૂપ રાણા દ્વારા ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ગુજરાત સરકારને મળી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈ મૌખિક રજૂઆત કરાઈ હતી અને ઘટતી કાર્યવાહી કરવા પણ નિવેદન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...