વિધાનસભાની ચૂંટણીના પડઘમ:અંબાજી ખાતે દાંતા 10 વિધાનસભા મંડળની બેઠક યોજાઈ, મધ્યપ્રદેશના ચિકિત્સામંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યાં

અંબાજીએક મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો નજીક આવતા ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ જામવા લાગ્યો છે. હાલના તબક્કે ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈ પડખમ વાગી રહ્યાં છે. ત્યારે આજે દાતા 10 વિધાનસભાની બેઠક આજે અંબાજી ખાતે યોજાઇ હતી. દાંતા 10 વિધાનસભાના અમીરગઢ મંડલ, દાંતા મંડળ અને અંબાજી મંડલના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ, દાંતા વિધાનસભા પ્રભારી અને જિલ્લાના હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.

અંબાજી ખાતે મધ્ય પ્રદેશના ચિકિત્સા મંત્રીની આગેવાનીમાં આજે ભાજપની બેઠક યોજાઈ હતી .જેમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે માહિતી અને કાર્યશૈલી વિશે માહિતી આપી હતી .તો દાંતા 10 વિધાનસભાની સીટ કોંગ્રેસ માટે અનામતની સીટ કહેવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે દાંતા 10 વિધાનસભા સીટ માટે ભાજપના ઉમેદવારને વિજય બનાવવા માટે વિશેષ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. જેને લઈને આજે અંબાજી ખાતે દાંતા 10 વિધાનસભા મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...