તંત્રની બેવડી નીતિ:અંબાજી મેળામાં સ્ટોલને લઈ વિવાદો વધ્યા; ગરીબ લારી-ગલ્લા વાળા લોકોનો દબાણ ગેરકાયદેસર અને દુકાનદારોનો 30 ફૂટ જેટલો કરેલો દબાણ કાયદેસર

અંબાજી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળના હવે ગણતરીના કલાકો રહ્યા છે. જ્યારે આ ભાદરવી મહામેળા દરમિયાન યાત્રાળુઓની સુવિધાના ભાગ રૂપે વિશેષ અભિયાનના તહત અંબાજીમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પણ હાલમાં જે સ્થતિ જોવા મળી રહી છે તે કંઈક જુદી જ છે. જેમાં તંત્રની બેવડી નીતિ સામે આવી છે. અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં લોકો દર્શનાથે આવશે. જેને ધ્યાને રાખી તંત્ર દ્વારા અંબાજીમાંથી લારી ગલ્લાઓ સાથે તમામ ગેરકાયદેસરનો દબાણો દૂર કરવામાં આવ્યા હતા.પણ અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી માત્ર 100 મીટરના અંતરાલે આવેલું પંચાયત શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા કરેલું 30 ફૂટ જેટલું ગેરકાયદેસર દબાણ કોઈને કેમ દેખાતું નથી.

અંબાજીના 51 શક્તિપીઠ સર્કલથી માત્ર 100 મીટરના અંતરાલે આવેલું અંબાજી ગ્રામપંચાયત શોપિંગ સેન્ટરમાં દુકાનદારો 30 ફૂટ જેટલું ગેરકાયદેસર દબાણ કરી બેઠા છે, છતાંય અંબાજી ગ્રામ પંચાયતના કેમ આ શોપિંગ સેન્ટર પર થયેલા ગેરકાયદેસર દુકાનદારો દ્વારા 30 ફૂટ જેટલું દબાણ નથી દેખાતું. અંબાજી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં આવેલી નીચેની દુકાનદારો દ્વારા 30 ફૂટ જેટલું ગેરકાયદેસર દબાણથી ઉપરના ભાગે આવેલી દુકાનને નડતર રૂપ બની રહી છે. સાથે શોપિંગના ઉપરના ભાગે ચઠવા ન પગથીયા પણ આ દબાણના લીધે દેખતા નથી. તંત્ર દ્વારા ગરીબ લારી ગલ્લાઓ વાળા લોકો પર દબાણની કાર્યવાહી કરવી અને 51 શક્તિપીઠથી માત્ર 100 મીટર પર આવેલા પંચાયત શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા કરેલું 30 ફૂટ જેટલું ગેરકાયદેસર દબાણથી અંબાજીની જનતા ન્યાયની માંગ કરી રહી છે. સાથે તંત્રની આ બેવડી નીતિ પર અનેકો સવાલો ઉભા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...