અંબાજી મંદિરમાં મોહનથાળન પ્રસાદનો મામલો વધુ વિફર્યો છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર, પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રતિનિધિ મંડળ અંબાજી મંદિર પહોંચ્યું હતું. ત્યારે અંબાજી ખાતે મોહનથાળ પ્રસાદ ચાલુ કરવા સત્તાધારીઓને રજૂઆત કરી છે. તો સાથે સાથે સરકાર હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાના અને અધિકારીઓ જૂની પરંપરા તોડી મનમાની સામે અને મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી રજૂઆતો કરવા આજે પહોંચ્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલ અંબાજી મંદિર પહોંચતા માતાજીના દર્શન કર્યા હતા. હેમંત રાવલે નિવેદન આપતા કહ્યં કે, ચીક્કી માફિયાઓને પૈસા કમાવા અને ફાયદો કરાવવા માટે આ મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે. મોહનથાળ પ્રસાદ બંધ કરાવતા કરોડો લોકોમાં રોષ છે. ત્યારે અંબાજી 300 જેટલી બહેનોની રોજગારી પણ છીનવાઈ છે. તો સાથે સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા કરાયેલું મોહનથાળ પ્રસાદ બંધને લઈ વિરોધ દર્શાવી અને સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. તો સાથે સાથે ઉગ્ર વિરોધ દર્શાવતા ફરી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી છે.
તો બીજી તરફ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા મંદિર પરિસરમાં બેરોજગાર મહિલાઓ સાથે જય અંબેની ધૂન બોલાવવામાં આવી રહી છે. 108 વાર ધૂન બોલાવી સાથે આવેદન પત્ર આપી રહ્યા છે.
આ મોહનથાળ પ્રસાદ જ્યાં બની રહ્યો હતો ત્યાં મોટી સંખ્યામાં બહેનો રોજગારી મેળવવા માટે જતી હતી. તે બહેનોની રોજગારી પણ હવે છીનવાઈ છે. મોહનથાળ બનાવવાની પ્રક્રિયા બંધ કરાતાં હવે આ બહેનો પણ બેરોજગાર બની છે તેમનું પણ કહેવું છે કે મોહનથાળ પ્રસાદ શરૂ કરવામાં આવે અને પ્રસાદ શરૂ થાય તો ચોક્કસ આ બાબતે અમારી રોજગારી મળી રહે અને તેને લઈને આજીવિકા મેળવતી બહેનોએ પણ માગ કરી રહી છે કે આ મોહનથાળ પ્રસાદ શરૂ કરવામાં આવે.
મોહનથાળ પ્રસાદ બંધ કરી અને જે પ્રકારે આ ચીકી પરસાદ શરૂ કરવામાં આવ્યો છે તેને લઈને વૃદ્ધો વડીલોમાં પણ એક પ્રકારે નારાજગી જોવા મળી રહી છે. કેમ કે ચીકીના પ્રસાદને લઈને વૃદ્ધો વડીલો તેને ચાવી નથી શકતા. ત્યારે વૃદ્ધો વડીલોનું પણ કહેવું છે કે મોહનથાળ પ્રસાદ શરૂ કરવામાં આવે તો અમે લોકો પણ આ પ્રસાદ ખાઈ શકીએ.
આજે હિન્દુ હીત રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિરમાં મોહનથાળ બંધને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ હિત રક્ષા સમિતિના સભ્યો અને ગ્રામજનો હાજર રહી મોહનથાળ ને ફરીથી મંદિરમાં ચાલુ કરાય તેવી પ્રબળ માંગ સાથે અંબાજી મંદિર પહોંચ્યા હતા. હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આપેલા 48 કલાકનો અલ્ટીમેટમ પૂર્ણ થતા હોળી અને ધુળેટીના પર્વ હોવાથી આંદોલન અને અંબાજી બંધના નિર્ણયને પર્વ પછી લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.