વિધાનસભા ચૂંટણી 2022:વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ; દાંતા 10 વિધાનસભા માટે 9 ઉમેદવારી પત્રોમાંથી 4 રદ 5 માન્ય

અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ચકાસણી પ્રક્રીયા હાથ ધરવામાં આવી. જેમાં દાંતા 10 વિધાનસભા માટે 9 ઉમેદવારી પત્રોમાંથી 4 ફોર્મ રદ કરવામાં આવ્યાં જ્યારે 5 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ના અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 3/11/2022ના રોજ જાહેર કરવામાં આવેલી ચૂંટણી કાર્યક્રમ અનુસાર તારીખ 10/11/2022ના રોજ બીજા તબક્કામાં ચૂંટણી ધરાવતા 93 વિધાનસભા મતવિસ્તારો ખાતે નામાંકન પત્રક સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તથા સંબંધિત ચૂંટણી અધિકારીઓ દ્વારા તારીખ 17/11/2022ના નામાંકન પત્ર ભરવાના છેલ્લા દિવસ સુધી ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા અનુસાર તારીખ 18/11/2022ના રોજ ઉમેદવારોના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં દાંતા 10 વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના અપક્ષ ઉમેદવારો દ્વારા કુલ 9 ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ચકાસણી બાદ દાંતા 10 વિધાનસભા ક્ષેત્રમાં 4 ફોર્મ સામાન્ય ભૂલોને લઈ રદ કરવામાં આવ્યા હતા.

વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારી પત્રો ભરાયા બાદ શુક્રવારે બનાસકાંઠાની તમામ 9 વિધાનસભા મત ક્ષેત્રની પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોની ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં દાંતા 10 વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસના ડમી ઉમેદવાર સહિત 4 ફોર્મ રદ થયા છે. તો દાંતા 10 વિધાનસભા માટે કુલ 9 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં 4 ઉમેદવારી પત્ર જુદા જુદા કારણોસર રદ થયા છે. તો 5 ઉમેદવારી પત્ર માન્ય થયા છે.

અન્ય સમાચારો પણ છે...