'સ્વચ્છ ગબ્બર અભિયાન':ગબ્બર પર્વત પર સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું; રોપ-વેના કર્મચારીઓ અને આજુબાજુના લોકો અભિયાનમાં જોડાયા

અંબાજી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંબાજીમાં ભાદરવી પૂનમમાં લાખોની સંખ્યામાં માઇભક્તો દૂર દૂરથી પગપાળા સંઘો સાથે મા અંબાના ધામ આવી માતાજીના દર્શન કરતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમ પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિર અને ગબ્બર મંદિર પર પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે. પ્રક્ષાલન વિધિમાં મંદિર અને મંદિર પરિસરની સાફ-સફાઈ કરવામાં આવતી હોય છે. ભાદરવી પૂનમમાં યાત્રાળુંઓનો ઘસારો વધી જતો હોય છે ત્યારે ભાદરવી પૂનમ પરિપૂર્ણ થયા બાદ અંબાજીમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ભાદરવી પૂનમમાં ગબ્બર ગોખના દર્શન કરવા લાખોની સંખ્યામાં માઇભક્તો જતા હોય છે. જેથી ગબ્બરની સાફ-સફાઈ માટે ગબ્બર રોપ-વેના કર્મચારીઓ અને આજુબાજુના લોકો દ્વારા સાફ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેથી સ્વચ્છ ગબ્બર બની શકે તે હેતુથી ગબ્બર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. નવરાત્રી દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંબાજી આવવાના હોવાથી તે ધ્યાને રાખી ગબ્બર પર્વતની સાફ સફાઈ કરી સ્વચ્છ ગબ્બર પર્વતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...